120 બોટલ રક્તદાન કેમ્પ
તથા
120 રાસન કીટનું વિતરણ
જેમના નામથી અને જેમની સ્મૃતિમાં રચાયેલ
શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુરુદેવના 120મા જન્મદિનના ઉપલક્ષમાં
તા. 11 જુલાઈ 2011 રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમના એક હાથમાં કલ્પવૃક્ષ અને બીજા હાથમાં સંકલ્પવૃક્ષ હતું તેવા સેવા અને ભજનના ભેખધારી ગુરુદેવ હતા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તેઓશ્રીએ અનેકવિધ સામાજિક અને આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓ કરી આપણને નવો રાહ ચિંધ્યો છે ત્યારે એમના 120મા જન્મદિનને સેવાકાર્ય ના માધ્યમથી ઉજવવામાં આવ્યો.
ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ના નામથી જ તેમની સ્મૃતિમાં રચાયેલી શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા ગુરુદેવના જન્મદિન અષાઢ સુદ બીજની પૂર્વસંધ્યાએ રવિવાર તા. 11 જુલાઈ ૨૦૧૧ના રોજ 120 બોટલ રક્તદાન કેમ્પ તથા ગરીબ નિરાધાર, વિધવા, આદિવાસી,વનવાસીઓને અનાજ આપી કરિયાણાની 120 કીટ અર્પણ કરાવાયું.
સેવા કાર્યનો પ્રારંભ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વેડરોડ સુરતના મહંત સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટના યુવા ટ્રસ્ટીઓ દ્વારા સતત આવી સેવાકાર્યની પ્રવૃત્તિઓ થતી રહે છે.
ધર્મ જીવન લોકસેવા ટ્રસ્ટ સમગ્ર રક્તદાતાઓનો હ્રદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
0 Comment