Menu

તાઉ-તે વાવાઝોડામાં સહાય…

પડતા ઉપર પાટુ મારી રહેલ કુદરતની કળાને કળવી કઠણ છે. કોરોનાએ લોકોની આર્થિક કેડ ભાંગી નાખી ત્યાં તાઉ- તે વાવાઝોડાએ કેટલોએ વિનાશ વેર્યો. ખેડૂતો અને ગરીબ પરિવારોને આ વાવાઝોડાએ પોતાનો શિકાર બનાવ્યા. ખંત અને ખુમારીથી જીવનારી સૌરાષ્ટ્રની પ્રજાને સુરત શહેર તન,મન અને ધનથી સહાય કરી રહ્યું છે.
શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાં અનુસાર સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની મુખ્ય રાજકોટ સંસ્થાનથી કોરોના ગ્રસ્તોની સેવા ચાલુ છે એ ઉપરાંત ગુરુકુળના અધ્યક્ષ સદગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજકોટ તથા અમરેલી જિલ્લાના તરવડા ગુરુકુલથી પણ વાવાઝોડા ગ્રસ્તો સેવા શરૂ કરવામાં આવેલ છે.

ઉના આનંદગઢ ખાતે આવેલ રાજકોટ ગુરુકુળની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળને વાવાઝોડાએ સારું એવું નુકશાન પહોંચાડેલ છે છતાં પણ ત્યાં રહેલા સંતો શ્રી હરિજીવનદાસજી સ્વામી, કેશવપ્રિયદાસજી સ્વામી તથા શ્રી સર્વજ્ઞ સ્વામી લોકોને સહાયરૂપ થઈ રહ્યા છે.
નીલકંઠ ધામ પોઇચાથી સંતો શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, શ્રી કલ્યાણદાસજી સ્વામી, યુવાનોની ટીમ સાથે તારીખ ૨૦મી મે ના રોજ ઉના પહોંચી લોકસેવા કરેલ છે.
સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળને સમર્પિત યુવાનો દ્વારા સંચાલિત ધર્મ જીવન લોકસેવા ટ્રસ્ટે જીવનજરૂરી સામાન ઘઉંનો લોટ, તેલ, ખાંડ, તુવેરદાળ, મગદાળ વગેરે સાથેની કીટો લઈને એક ટીમ રવાના થઈ હતી.

આ પ્રસંગે સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા ટ્રસ્ટના પ્રમુખ શ્રી હિતેશભાઈ લાલજીભાઈ પટેલ (ઉગામેડી), ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ રાખોલીયા, પ્રકાશભાઈ રાખોલીયા, જીતેશભાઈ હપાણી, શૈલેષભાઈ ગોટી, ઇશ્વરભાઇ ધોળકિયા, મેહુલભાઈ સુતરીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરતના કાર્યકર્તાઓ શ્રી લાલજીભાઈ તોરી, ભગવાનજીભાઈ કાકડીયા તથા કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શન અનુસાર 40 ઉપરાંત સ્વયંસેવકો તથા સંતો દ્વારા અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ ની 2000 કીટો તૈયાર કરવામાં આવી હતી.

આ ઉપરાંત ધર્મજીવન લોક સેવા ટ્રસ્ટ સુરત દ્વારા ઉના ફાટસર ગામે ગોપાલ ગૌશાળામા વાવાઝોડા ના કારણે હોનારત સર્જાતા 100 પતરા ઉના ગુરુકુલના સંતોએ અર્પણ કર્યા હતા.

Share this Post!

About the Author : DlstrustAdmin


Social media & sharing icons powered by UltimatelySocial
  TOP